પંચાયત વિભાગ
મુખપૃષ્ઠજિલ્લા વિષેઆબોહવા

આબોહવા

        ગુજરાત રાજયની દક્ષિણે ર૦.૦૭ થી ર૧.૦૦ ઉત્તર અક્ષાંશ અને ૭ર.૪૩ થી ૭૩.૦૦ પૂર્વ રેખાંશ ઉપર નવસારી જિલ્લો આવેલ છે. ઉત્તરે સુરત જિલ્લો, પશ્ચિમે અરબી સમુદ્ર, પૂર્વમાં ડાંગ અને દક્ષિણે વલસાડ જિલ્લો આવેલો છે.

        નવસારી જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ર૧૯૬ ચો.કિ.મીટર છે. જિલ્લાનો પૂર્વ વિસ્તાર કુદરતી વનરાજી અને ડુંગરાઓથી છવાયેલા છે. જયારે પશ્ચિમ વિસ્તાર અરબી સમુદ્રને કારણે નદી, નાળા, કોતરો અને નીચાણવાળી જમીનમાં દરિયાનું પાણી ફરી વળતા ખારપાટ જમીન આવેલ છે. પૂર્વ અને પશ્ચિમની વચ્ચેનો વિસ્તાર બગીચા લાયક "" ગ્રીન બેલ્ટ "" તરીકે જાણીતો છે. જિલ્લામાં કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે.