પંચાયત વિભાગ
મુખપૃષ્ઠજિલ્લા વિષે ઈતિહાસ

ઈતિહાસ

ઉતરે સુરત જિલ્લો અને પુર્વમા ડાંગ જિલ્લો તથા પશ્ચિમે આવેલ ધુધવાતા અરબી સમુદ્ર નજદીકનો વિકસીત નવસારી શહેરનૉ ઈતિહાસ ખુબજ પ્રતિભાસાળી છે. નવસારી તાલુકાના કુરેલ ગામ નજીકથી પુર્ણા નદીનો પ્રવેશ થાય છે. અહીં પુર્ણા નદીની લંબાઈ ૩૬ કિ.મીટર છે. નવસારી જિલ્લો દક્ષિણ ગુજરાતનું એક પ્રાચીન ઐતિહાસીક શહેર છે. જે સમુદ્રની સપાટીએથી લગભગ ૧પ૦ ફુટની ઉંચાઈએ આવેલો હોવાથી ઉનાળામા પણ અહીંની આબૉહવા ખુશનુમા રહે છે. નવસારી મુંબઈ અમદાવાદ બ્રૉડગેજ રેલ માર્ગ ઉપરનું મહત્વનું સ્ટેશન છે. અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધૉરી માર્ગ નંબર.૮ ઘ્વારા નવસારી ગુજરાતના મૉટા શહેરૉ સાથે ગુજરાત રાજા પરિવહન નિગમ બસ સેવાથી સંકંળાયેલું છે. આઝાદી પહેલા ભુતપુર્વ વડૉદરા રાજાનું નવસારી પ્રાન્તનું મુખ મથક હતું.૧ લી મે ૧૯૪૯ થી નવસારીનૉ સમાવેશ સુરત જિલ્લામા હતૉ. અને સને ૧૯૬૪ ના જુન માસથી સુરત જિલ્લાની પુન: રચના થતા જિલ્લાનૉ સમાવેશ વલસાડ જિલ્લામા થાયો હતૉ. હાલે ર જી ઓકટોબર ૧૯૯૭ થી નવસારી જિલ્લૉ અસ્તિત્વમા આવેલ છે
.

જૂના લેખૉના આધારે નવસારીની ખાતિ સાતમી સદીથી જાણવા મળે છે. ઈ.સ.૬૭૧ ના સમામા નવસારિકા તરીકે ઑળખાતા આ પ્રદેશમા ચાલુકય વંશની લાટ શાખાનું રાજય હતું.આ વંશમાં અવનિજનાશ્રા પુલકેશી રાજા રાજય ભૉગવતા હૉવાનું જણાય છે. પુલકેશી રાજાએ નવસારિકાને જીતવા આવેલ અરબી ફૉજને પરાસ્ત કરી પાછી કાઢી હતી,આ ચાલુકય શાસન ઈ.સ.૭૪૦ સુધી રહાયું હૉવાનું જણાય છે. આ સમો નવસારી ખાતે ટેકરીઑ ઉપર છૂટી છવાઈ દુબળા કૉળી અને રાજપુતૉની વસતિ હતી તથા તે સમો શીલાદૃતનિય ગુરુ નાગવર્ધને હાલના નાગતલાવડી વિસ્તારમા વસવાટ કર્યો હૉવાનું જણાય છે. તેથી આ વિસ્તાર નાગ મંડળ તરીકે જાણીતૉ થયો અને તેમાંથી સમા જતા હાલનું નામ નવસારી ઉતરી આવાનું જણાય છે. ઈ.સ.૮રપ મા સંત પંથના મહાન સ્થા૫ક સૈયદ નુરુદીન ઉફેરૂ સૈયદ સાદાતે નવસારીમા લુન્સીકુઈ વિસ્તારમા વસવાટ કર્યો હતૉ. તેમના ચમત્કારૉની આસપાસના પ્રદેશૉમા જાણ થતાં તેઑ ઑલીયા એટલેકે મહાન માણસ તરીકે જાણીતા થયા તેથી નવસારની ખાતી વધી હૉવાનું પુર્વ લેખૉથી જાણવા મળે છે. ઑલીયાની ખાતીના પ્રતિકરુપે આજે પણ લુન્સીકુઈ વિસ્તારમા રૉજૉ, મસ્જિદૃ અને હૉજ ઉપરાંત કેટલાક મકાનૉ જૉવા મળે છે.

અગાઉ જણાવું તેમ નવસારી નાગડળ તરીકે જાણીતું હતું.નવસારી નામકરણ થયું તે પહેલાંનાગવર્ધન, નાગશાહી, નાગશારક, નવ સરેહ, નાગમંડળ અને પારસીપુરી જેવા વિવિધ નામ આ શહેરે ધારણકર્યાના અભિપ્રાયો જૉવા મળે છે. નવસારી પારસીપુરી તરીકે પણ જાણીતું હૉવાનું માલમ પડેલ છે. પારસીઑએ સૌ પ્રથમ હાલના નવસારીમાં પગ મૂકયો ત્‍યારે અહીની આબૉહવા 'સારી'જેવી લાગતા તેમણે નવસારીનું નઑ-સારી એવું અર્થધટન કર્યાનું જણાય છે.

આથી વિશેષ જણાયેલ છે. કે,અઢારમી સદીમા બીજા દશકામા મરાઠાઑ સૉનગઢથી નવસારી આવી નવસારી ઉપર સતા જમાવી જુના થાણાનૉ વિકાસ કર્યો હતૉ. ઈ.સ.૧૮૭૮ મા નવસારી ખાતે જેલ, નવુ થાણુ સયાજીબાગ,ટાઉનહૉલ,લાયબ્રેરી,વારીગૃહૉ,ઈસ્પિતાલૉ દવાખાના,શાક અને મચ્છીમાર્કેટ,વહીવટી કચેરીઑ અને ઐતિહાસિક ઈમારતૉ અસ્તિત્વમા આવી.
આગળ જુઓ