પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખા નેત્ર કેમ્‍પ

નેત્ર કેમ્‍પ

રાષ્‍ટ્રીય અંધત્‍વ નિયંત્રણ કાર્યક્રમ
રાષ્‍ટ્રીય અંધત્‍વ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત એમ.જી.જી.સિવિલ હોસ્‍પીટલ, નવસારી ખાતે જિલ્‍લા અંધત્‍વ નિયંત્રણ સોસાયટી કાર્યરત છે.
જિલ્‍લા અંધત્‍વ નિયંત્રણ સોસાયટીનો મુળ ઉદ્દેશ રાષ્‍ટ્રીય અંધત્‍વ નિયંત્રણ કાર્યક્રમને ગ્રામ્‍ય કક્ષા સુધી કાર્યરત કરવાનો છે. જિલ્‍લા અંધત્‍વ નિયંત્રણ સોસાયટી દ્વારા ગ્રામ્‍ય કક્ષાએ નેત્રનિદાન શિબિરોનું આયોજન કરી છેવાડાના માનવી સુધી આંખનાં આરોગ્‍યને લગતી સેવાઓ જેવી કે આરોગ્‍ય શિક્ષણ, મોતીયાનાં વિના મુલ્‍યે ઓપરેશન જેવી સેવાઓ પુરી પાડવામાં આવે છે. ખાસ શાળા આરોગ્‍ય કાર્યક્રમ અંતર્ગત ધો. ૧ થી ધો. ૧૨ સુધી ભણતાં બાળકોની આંખોની તપાસ કરી દ્રષ્‍ટિખામી ધરાવતાં બાળકોને વિના મુલ્‍યે નંબરવાળા ચશ્‍મા વિતરણ કરવામાં આવે છે.
જિલ્‍લા અંધત્‍વ ‍િનયંત્રણ સોસાયટી દ્વારા આંખની સેવા માટે સમર્પીત એન.જી.ઓ. ને તેઓ દ્વારા કરવામાં આવતા ‍િવનામુલ્‍યે ઓપરેશન માટે અનુદાન ચુકવવામાં આવે છે.
જિલ્‍લા અંધત્‍વ નિયંત્રણ સોસાયટી દ્વારા જિલ્‍લામાં કાર્યરત ચક્ષુબેંકને ચક્ષુદાન અંગે અનુદાન ચુકવવામાં આવે છે. ઉપરાંત લોકોમાં ચક્ષુદાનની જાગૃતિ લાવવા માટે પ્રચાર - પ્રસાર કરવામાં આવે છે.