પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆયુર્વેદ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

આયુર્વેદ શાખાની કામગીરીમાં નિયંત્રણ હેઠળ આવેલા તમામ દવાખાના યુનિટોનું અત્રેની કચેરી દ્વારા મોનિટરીંગ અને સુપરવિઝન કરવામાં આવે છે. આયુર્વેદ શાખાના નિયંત્રણ હેઠળ આવેલા તમામ દવાખાના યુનિટોનું માટે સરકારશ્રીમાંથી આવેલ ગ્રાન્ટ P.L.A. D.D.O. માં જમા કરાવી દવાખાના માટે ગ્રાન્‍ટ તાલુકા પંચાયતને ફાળવવી, દરેક દવાખાના પાસેથી માસિક દર્દી અહેવાલ, ખર્ચપત્રક, રોગવારી પત્રક મંગાવી સંકલન કરી ગાંધીનગર નિયામકશ્રીની કચેરીએ મોકલવામાં આવે છે. નિયામકશ્રી ભારતીય તબીબી અને હોમીયોપેથીની કચેરી ગાંધીનગરની સુચના મુજબ જિલ્‍લામાં સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્‍પો યોજવામાં આવે છે. નિયામકશ્રીની કચેરીમાંથી ફાળવવામાં આવેલ આયુર્વેદીક આવશ્‍યક દવાઓ તેમજ આયુર્વેદ ઔષધિય કિટસ દરેક આયુર્વેદ દવાખાનાઓને ફાળવવામાં આવે છે. જે જણાવ્‍યા મુજબ ઉપયોગમાં લેવામાં આવે છે કે નહિ તેનું યોગ્‍ય ‍ધ્‍યાન આપવામાં આવે છે.
દવાખાનાઓના પ્રચાર પ્રસાર માટે દવાખાનાના સ્‍થળની આજુબાજુના ગામોમાં સ્‍વસ્‍થવૃત્ત પ્રોગ્રામ, સુવર્ણપ્રાશન યોગ કેમ્‍પ અને વનસ્‍પતિ પ્રદર્શન કરવામાં આવે છે. જિલ્‍લા પંચાયત તરફથી અને નિયામકશ્રીની કચેરી તરફથી મંગાવવામાં આવતી તમામ માહિતી સમયમર્યાદામાં પુરી પાડવામાં આવે છે.‍ જિલ્‍લામાં આવેલ તમામ આયુર્વેદ દવાખાનાઓમાંથી ‍જરૂરિયાતમંદ તમામ દર્દીઓને સ્‍થળ ઉપર તપાસી વિના મુલ્‍યે આયુર્વેદ દવાઓ આપવામાં આવે છે. તે જ રીતે હોમીયોપેથીક દવાખાના અને યુનિટમાંથી જરૂરિયાતમંદ તમામ દર્દીઓને સ્‍થળ ઉપર તપાસી હોમીયોપેથીક દવાઓ આપવામાં આવે છે. દવાખાનાઓ દ્વારા પણ સર્વરોગ નિદાન કેમ્‍પ, વનસ્‍પતિ પ્રદર્શન, સુવર્ણપ્રાશન કેમ્‍પ કરવામાં આવે છે.
  સંકલન સમિતિ બેઠકની માહિતીના મુદ્દા દર માસે મોકલવામાં આવે છે.
  માસિક, ત્રિમાસિક, છમાસિક, વાર્ષીક ખર્ચપત્રક મોકલવામાં આવે છે.
  ૮ માસિક બજેટ, અંદાજપત્રક અને સુધારેલ અંદાજપત્રક મોકલવામાં આવે છે.
  ઓડિટ પેરા અંગેની માહિતી તૈયાર કરી મોકલવામાં આવે છે.
  દવાખાનાઓ દ્વારા સરકારી આયુર્વેદ ફાર્મસીમાંથી જરૂરિયાત મુજબ આયુર્વેદ દવાઓ મંગાવી જે તે તાલુકામાં બીલો મુકી ચુકવણું કરવામાં આવે છે.