પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

બાંઘકામ શાખાના વડા તરીકે કાર્યપાલક ઈજનેર છે. ગામ, તાલુકો, જીલ્લો, રાજ્ય કે દેશ તેની પ્રગતિનો આધાર મહદઅંશે તેના સારા રસ્તાઓ અને મકાનોને આભારી હોય છે. ગામડે ગામડે જ્યારે એક બીજા સાથે રસ્તાઓથી જોડાયેલું હોય તો જન જીવનની સુવિધાઓ ધણી સારી રીતે ઉપલબ્ધ કરી શકાય. આ ઉપરાંત સારા મકાનો હોવા પણ એટલા જ જરૂરી છે. જીલ્લાના કાર્યપાલક ઈજનેર ગ્રામ્યથી માંડી જીલ્લા સ્તર સુધી આવા રસ્તાઓ અને મકાનોના બાંધકામો સંપૂર્ણ નિયંત્રણ અને નિયમન કરતાં હોય છે જિલ્લા પંચાયત હસ્તકના જુદી જુદી કેટેગરીના રસ્તાઓને મજબૂતીકરણ, રીસરફેસીંગ પહોળા કરવા (વાઈન્ડનીંગ) તેમજ મરામત/ નિભાવણી અને પુલ કે કોઝવે, પ્રોટેકશન વોલ, નાળાની કામગીરી કરવામાં આવે છે. તથા જિલ્લા પંચાયત હેઠળ આવતા આરોગ્ય, પશુપાલન, ખેતીવાડી વિભાગના મકાનોના મરામત/નવા બનાવવાની કામગીરી કરે છે. સદર કામો માટે પંચાયત હસ્તકના રસ્તાઓ/મકાનોના નકશા અંદાજોની સરકારના નિયમોનુસાર તાંત્રિક મંજુરી આપવામાં આવે છે. જેના ડી.ટી.પી./ટેન્ડર બનાવી, બહાર પાડી, સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવામાં આવે છે.