પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓખેતીવાડી શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના


વલસાડ જિલ્લામાંથી વિભાજન થતાં નવ૨ચિત નવસારી જિલ્લો સને ૧૯૯૯ થી અસ્તિત્વમાં આવેલ છે. નવસારી જિલ્લાનો કુલ ભૌગોલીક વિસ્તા૨ ૨૨૦૦૭૭ હેકટ૨ છે. આ જમીન ખેતીની દ્રષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચી શકાય.


૫શ્ચિમ દરિયા કાંઠા નો વિસ્તા૨

દક્ષિ‍ણ પૂર્વમાં ખાડા ટેકરાવાળી ૫થરાળ અને છીછરી જમીન

મઘ્યમ કાળી અને કાળી જમીનનો વિસ્તા૨

જમીનનું વર્ગીક૨ણ
અ.નંવર્ગવિસ્તા૨ (હેકટ૨માં)
જંગલ વિસ્તા૨ની જમીન૨૮૬૬૩
ઉજજડ અને ખેડી ન શકાય તેવી જમીન૧૦૯૦૦
બીન ખેતીનાં ઉ૫યોગમાં લેવાયેલ જમીન૧૮૦૫૭
કાયમી ચ૨ણ (ગૌચ૨) ની જમીન૫૩૪૬
અન્ય ૫ડત૨
ખેડવાલાયક ૫ડત૨ (સતત પાંચ વર્ષ સુધી ખેડાણ ન કરેલ )૯૮૦૧
ચાલુ ૫ડત૨ (એક વર્ષ ક૨તાં ઓછો સમય ખેડયા વગ૨ની)૩૪૪
ચોખ્ખો વાવેત૨ વિસ્તા૨૧૪૬૯૬૬

કુલ ભૌગોલિક વિસ્તા૨૨૨૦૦૭૭

ખેડૂત ખાતેદારોની સંખ્યા અને તેનું વર્ગી૨કણ
અ.નંવર્ગઅનુસુચિત જાતીઅનુસુચિત જનજાતીઅન્યકુલ

સિમાંત ખેડૂત (૧ હેક્ટરથી ઓછી જમીન)

૧૮૮૯ ૧૮૧૫૭ ૩૩૦૦૦ ૫૩૦૪૬

નાના ખેડૂતો (૧ હેક્ટરથી ૨ હેક્ટર સુધી)

૧૪૮૮ ૧૯૮૭૩ ૩૩૨૪૮ ૫૪૬૦૯

અન્ય ખેડૂતો (૨ હેક્ટર થી વધુ જમીન)

૩૦૫ ૧૩૨૧૭ ૧૧૭૪૯ ૨૫૨૭૧
 કુલ‌‌-૩૬૮૨૫૧૨૪૭૭૭૯૯૭૧૩૨૯૨૬

નવસારી જિલ્લાને વરસાદની દ્રષ્ટિએ ભારે વરસાદવાળો જિલ્લો ગણી શકાય છે. સરેરાશ વરસાદ ૧૫૦૦ થી ૨૦૦૦ મી.મી. જેટલો પડે છે. ખેતી હેઠળની જમીનનો વિસ્તાર ૧૪૬૯૬૬ હેક્ટર છે. તે જમીન પૈકી ઉકાઈ, કાકરાપાર, કેલીયા, ઝુજ સિંચાઈ યોજના અને કુવા, તળાવ, નદી પરથી સિંચાઈ હેઠળનો વિસ્તાર ૬૩૦૯૩ હેક્ટર જેટલો આવરી લેવાયેલ છે.

જિલ્લાના મુખ્ય પાકો ડાંગર, શેરડી, શાકભાજી, ચણા, તુવેર ઉપરાંત જિલ્લામાં આંબા, ચીકુ, કેળ, પપૈયા જેવા બાગાયતી પાકો છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નિયંત્રણ હસ્તક બે પેટા વિભાગ આવેલા છે. (૧) પેટા વિભાગ ચીખલી (૨) પેટા વિભાગ વાંસદા. આ પેટા વિભાગ હેઠળના મદદનીશ ખેતી નિયામકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) અને ગ્રામસેવકો મારફત ખેડુતોને તેમના પાકનાં ખેત ઉત્પાદન વધારવા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ ખાતા મારફત I-Khedut પોર્ટલ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ હેઠળ સહાય કેસો તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે. જિલ્લામાં એક બિયારણ વૃધ્ધિ કેન્દ્ર નાની ભમતી તા.વાંસદા ખાતે આવેલ છે. જ્યાં વિવિધ પાકોના ઉચ્ચ ગુણવત્તાના બિયારણ તૈયાર કરી ખેડૂતોને પુરા પાડવામાં આવે છે.