પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ મલેરીયા શાખા દવાઓની વિગત

દવાઓની વિગત


મેલેરિયા રોગનાં નિયંત્રણ માટે ટેબ. કલોરોકવીન, ટેબ. પ્રિમાકવીન, ઉપયોગ થાય છે. ટેબ. કલોરોકવીન સંભવિત સારવાર તરીકે પુખ્‍તવયનાં વ્‍યકિતને ૧૦ ગોળી આપવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે ૪ ગોળી, બીજા દિવસે ૪ ગોળી અને ત્રીજા દિવસે ૨ ગોળી આપવામાં આવે છે. જો આ વ્‍યકિતના લોહીની તપાસમાં મેલેરિયા પોઝીટીવ જાહેર થાય તો પી.વાઇવેક્ષનાં કેસમાં ૧૫ મી.ગ્રા. પ્રીમાકવીન દરરોજ એકવાર જમ્‍યા બાદ ૧૪ દિવસ સુધી આપવાની થાય છે. જયારે પી.ફાલસીપેરમ નાં કેસમાં અસીટી કીટથી ત્રણ દિવસની સારવાર આપવાની થાય છે. ઉંમર પ્રમાણે દવાનો ડોઝ જુદો જુદો હોય છે. જે મુજબ સારવાર આપવામાં આવે છે.

ફાઈલેરિયા કાર્યક્રમ અંતર્ગત ટેબ.ડી.ઈ.સી. ૩૦૦ મી.ગ્રા. અને આલ્‍બેન્‍ડાઝોલ વર્ષમાં એકવાર સામુહિક ધોરણે ઈલીજીબલ વ્‍યકિતને (૦ થી ૨ વર્ષનાં બાળકો, સગર્ભા, ગંભીર બીમારીવાળા તથા અશકત વૃધ્‍ધ સિવાયના) ને આપવામાં આવે છે.