પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ પશુપાલન શિબીરની માહીતી

શિબીરની માહીતી


સને ર૦૧૩-૧૪ ના વર્ષ દરમ્યાન અત્રેની પશુપાલન શાખા જિ઼.પં. નવસારીના તાબામાં આવેલા પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો દ્વારા ૪૬૨૨૧ પશુઓને સારવાર આપવામાં આવી કુલ ૧૨૮૮૬ પશુઓને કૃમિનાશક દવા પીવડાવવામાં આવી ખસીકરણ કાર્યક્રમ હેઠળ કુલ ૩૫૩૦ પશુઓ આવરી લેવામાં આવ્યા વર્ષ દરમ્યાન ૨૪૬૩ નમુનાઓ જુદા જુદા પશુઓમાંથી એકત્રિત કરી અત્રેની રોગ સંશોધન કચેરીને પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા.

ને ર૦૧૩-૧૪ ના વર્ષ દરમ્યાન ખાતાની વડી કચેરી તરફથી નકકી કરેલ જુદી જુદી યોજનાઓ અમલમાં મુકવામાં આવી જે અંતર્ગત ખાસ અંગભુત મિલ્ક એન્હાન્સમેન્ટ યોજના અન્વયે અનુસુચિત જાતિના લાભાર્થીઓના પશુઓને હેલ્થ પેકેજ અંતર્ગત ખાતા તરફથી મળેલ ધાસચારા બિયારણ કીટ ૨૦૦ પુરી પાડવામાં આવી, ધાસચારા વિકાસ યોજના અંતર્ગત જનરલ કેટેગરીના ૧૦૦ લાભાર્થીઓ, આદિજાતિના ૨૫૦ લાભાર્થીઓ તથા કૃષિ મહોત્સવ ર૦૧૩ દરમ્યાન ૧૯૦૫ ફ્રી બિયારણ મીનીકીટસ આપવામાં આવી. હાથસુડા સહાય યોજના હેઠળ જનરલ કેટેગરીના ૧૬ લાભાર્થીઓ, આદિજાતિના ૫૬ લાભાર્થીઓ તથા અનુ઼જાતિના ૧૦ લાભાર્થીઓને ચાફકટર ખરીદીમાં સહાય આપવામાં આવી.