પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ સંયુક્ત બાળવિકાસ શાખા આરોગ્‍ય પોષણ શિક્ષણ

આરોગ્‍ય પોષણ શિક્ષણ

બાળસંભાળ

શકય એટલા લાંબા સમય સુધી બાળકને માતાને સ્તનપાન કરાવવું. માતાનું ધાવણ બાળકના આરોગ્ય માટે સર્વોત્તમ આહાર છે.

૬ માસ પુરા થાય એટલે માતાના ધાવણ ઉપરાંત પ્રવાહીરૂપમાં બનેલો ખોરાક આપવાનું શરૂ કરવું.

બાળકને બે - બે કલાકના અંતરે દિવસમાં ૫ થી ૬ વખત ખોરાક આપવો.

રોગ પ્રતિકારક રસી અવશ્ય મૂકાવવી.

સ્વચ્છ પાણી પીવું અને આજુબાજુનું વાતાવરણ ચોખ્ખું રાખવું.

ઉપલબ્ધ આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરવો.

બે કે ત્રણ બાળકોથી વધુ બાળકો ન હોવા જોઇએ.

બાળ સંભાળ માટે મા-બાપને આપવાના સંદેશાઓ:

.નવજાત શિશુ માટે માતાનું ધાવણ અતિ ઉત્તમ છે, તેની તોલે બીજું કોઇ દુધ આવી શકે નહિ.

બાળકના જન્મ પછી તુરત જ માતાએ પીળુ પ્રવાહી દુધ-પહેલુ ધાવણ (કોલોસ્ટ્રોમ) બાળકને આપવું જોઇએ. કારણ કે, તેમાં શકિત તથા પ્રોટીન હોય છે.

૬ માસ પછી વધારાનો પોષક આહાર આપવાનું શરૂ કરો.

બાળકના ખોરાકમાં શાકભાજી અને ફળોનો પણ સમાવેશ કરવો

રાંધતા પહેલા કે જમતા પહેલા હાથ ધોવા.

બાળકને સ્તનપાન કરાવતી વખતે પણ હાથ સ્વચ્છ રાખવા

રસોડું તેમજ વાસણો સ્વચ્છ રાખવાં, જેથી માખી બેસે નહિ અને રોગ આવે નહિં.

બાળકના સામાન્ય રોગો પારખતાં શીખો જેવા કે, ઉધરસ, ઝાડા, તાવ, કાનમાં પરૂ, ચામડીના રોગો તથા ઝાખું દેખાવું.


આગળ જુઓ