પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓ સંયુક્ત બાળવિકાસ શાખા પ્રસ્તાવના

પ્રસ્તાવના

સંકતિલ બાળ વિકાસ યોજના ૧૦૦ ટકા કેન્દ્ર પુસ્કૃત યોજના છે. આ યોજના સમગ્ર ભારત દેશના તમામ રાજયોમાં ચાલે છે. અત્રેના જિલ્લામાં આ યોજના સૌ પ્રથમ ચીખલી તાલુકામાં સને ૧૯૭૮ -૭૯ ના વર્ષથી શરૂ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ વાંસદા, નવસારી, જલાલપોર તથા ગણદેવી એમ તમામ તાલુકામાં ક્રમશઃ શરૂ કરવામાં આવેલ છે. જિલ્લાના પાંચ તાલુકામાં કુલ છ ધટકો ચાલે હાલ ધટકવાર મંજુર / કાર્યાન્વીત આંગણવાડી કેન્દ્રની વિગત નીચે મુજબ છે.
(જુન – ૨૦૧૨ અંતિત)
અ.નં. ઘટકનું નામ કાર્યાન્વીત આંગણવાડીની સંખ્યા
૧. નવસારી ૧૮૦
૨. જલાલપોર ૨૩૩
૩. ચીખલી-૧ ૨૩પ
૪. ચીખલી-૨ ૨૦૨
૫. ગણદેવી ૧૮૯
૬. વાંસદા ૨૭૭
કુલઃ- ૧૩૧૬
આ યોજનાનો મુખ્ય ઉદેશ બાળકોમાં કુપોષણ દુર કરવાનો છે. આ યોજના હેઠળ ગ્રામ્ય/શહેરી કક્ષાએ આંગણવાડી કેન્દ્રો ખાતે લાભાર્થી ૦ થી ૬ વર્ષના બાળકો, ધાત્રી-સગર્ભા માતાઓ તથા સને ૨૦૦૭-૦૮ વર્ષથી ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓનો લાભાર્થી તરીકે સમાવેશ થાય છે.