પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાશાખાનાં ઉદ્દેશો

શાખાનાં ઉદ્દેશો

  ૦ - ૬ વર્ષના બાળકોનું પોષણ અને આરોગ્યનું સ્તર સુધારવું.
  બાળકના શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસનો પાયો નાંખવો
  બાળ મૃત્યુ, બાળ માંદગી, કુપોષણ તેમજ અધ વચ્ચેથી શાળા છોડી જનાર બાળકોનું પ્રમાણ ધટાડવું.
  બાળ વિકાસને વેગ આપવા માટે વિવિધ વિભાગો સાથે નીતિ અને અમલ અંગે અસરકારક સંકલન કરવું.
  પોષણ/આરોગ્ય, શિક્ષણ ઘ્વારા બાળકની પોષણ અને આરોગ્ય અંગેની સામાન્ય કાળજી અંગે માતાઓની કાર્યક્ષમતા વધારવી.
 
સેવાઓ.
જુદી જુદી સેવાઓ જો સંકલિત સ્વરૂપે આપવામાં આવે તો વધુ સારી અસર પડે એ વિચાર સરણી પર આધાર રાખી વિવિધ સેવાઓનું સંકુલ રચવામાં આવ્યું. જેવી કે,.....
  પુર્વ પ્રાથમિક શિક્ષણ.
  પુરક પોષણ.
  રોગ પ્રતિકારક રસીઓ.
  આરોગ્ય તપાસ.
  સંદર્ભ નિષ્ણાત સેવાઓ.
  પોષણ / આરોગ્ય શિક્ષણ
 
છ વર્ષથી નીચેની વયના બાળકો માટે જ આ સેવાઓ મર્યાદિત રાખવામાં આવી છે. બાલ્યાવસ્થા બાળકના વિકાસ માટે કસોટી કાળ ગણવામાં આવે છે. બાળકના સામાજિક, માનસિક અને શારીરિક વિકાસમાં માતાનો ફાળો અગત્યનો હોય છે. જેથી સ્તનપાન કરાવતી માતાઓ અને સગર્ભાસ્ત્રીઓને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.