પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ વિકાસ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

રાજય સરકારશ્રી તરફથી ગરીબી રેખા નીચે જીવતા ઘર અને જમીન વિહોણા ખેતમજુરો કે તેઓ બી.પી.એલ લાભાર્થીઓ હોય તેવા લોકોનુ જીવણ ધોરણ ઉચુ લાવવા સામાહિક વિકાસના કાર્યકમો જેવા કે સરદાર આવાસ યોજના, જમીન સંપાદન અને માળખાકીય સુવિધા જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. સરદાર આવાસન યોજના માટે રાજય સરકારશ્રી તરફથી રૂ. ૪૫,૦૦૦/- રાજય સરકારશ્રી તરફથી બાધકામ આવેલ ૧૫ થી વધુ આવાસઓનું સંકુલ કે સમુહ હોય ત્યાં સામુહિક વિકાસ થાય તે માટે પાયાની સવલતો જેવી કે પાણીની સુવિધા, સેનીટેશન, વિજળી,રસ્તા પુરી પાડવા હાલમાં માળખાકીય સુવિધા યોજના અમલમાં મુકવવામાં આવેલ છે. ૧૩મું નાણાપંચ અંતગર્ત પંચાયત રાજ સંસ્થાઓને સંગીન બનાવવાનાં હેતુથી પંચવર્ષીય યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાથી લોકોને સામુહિક વિકાસ ત્રિસ્તરીય થઇ શકે તે માટે નાણાકીય સહાયક અનુદાન ફાળવવામાં આવે છે. તેથી માનવ વિકાસને ઉતેજન આપી શકાય જેથી રાજય સરકારશ્રી તરફથી લોકોને પાયાની સવલતો તેમજ સામુહિક વિકાસ થાય તેવા હેતુ થી આ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.