×

શાખાની કામગીરી

 • આયુર્વેદ શાખાની કામગીરીમાં નિયંત્રણ હેઠળ આવેલા તમામ આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનાનું અત્રેની કચેરી દ્વારા મોનિટરીંગ કરવામાં આવે છે.
 •  આયુર્વેદ શાખાના નિયંત્રણ હેઠળ આવેલા તમામ જિલ્લા પંચાયત હસ્તકના દવાખાના માટે સરકારશ્રીમાંથી આવેલ ગ્રાન્ટ P.L.A. D.D.O. માં જમા કરાવી દવાખાના માટે ગ્રાન્ટ તાલુકા પંચાયતને ફાળવવી.
 •  આયુર્વેદ શાખાના નિયંત્રણ હેઠળ આવેલા તમામ સરકાર હસ્તકના દવાખાનાનો નાણાંકીય વહીવટ સરકારી આયુર્વેદ હોસ્પિટલ –કાલીયાવાડી, નવસારી ખાતેથી થાય છે.
 • કચેરીના તાબા હેઠળનાં તમામ દવાખાનાઓમાં ફરજ બજાવતા અધિકારીશ્રી/કર્મચારીશ્રી નિયમિત સમયસર ફરજ બજાવે એ બાબતનું નિરીક્ષણ કચેરીનાં વડા દ્વારા નિયમિત કરવું. સાથે જ આ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની ઈજાફા મંજુર કરવા, રજા મંજુર કરવી, પ્રવાસ ડાયરી મંજુર કરવી, પરચુરણ ખર્ચનાં બીલો તથા પ્રવાસ ભથ્થા બીલો અને દવાના ઈન્ડેન્ટમાં પ્રતિ સહી કરવી અને નોકરીનાં સમગ્ર સમય ગાળા દરમ્યાન તેઓની સેવા પોથી નિભાવવી વિગેરે તમામ વહીવટી, હિસાબી, તાંત્રિક કામગીરી કરવી.
 •  નિયામક શ્રી આયુષ ની કચેરી દ્વારા ફાળવવામાં આવતી આયુષ દવાઓને દવાખાને ફાળવવામાં આવે છે અને તેની ઔષધ વપરાશપોથીમાં નોધ લઈ યોગ્ય વપરાશ થાય છે કે નહી એ બાબતની તકેદારી રાખવામાં આવે છે .
 •  દરેક દવાખાના પાસેથી માસિક દર્દી અહેવાલ, ખર્ચપત્રક, દવા વપરાશ પત્રક, રોગવારી પત્રકો - માસિક, ત્રિમાસિક, છમાસિક, વાર્ષીક ખર્ચપત્રક મંગાવી સંકલન કરી ગાંધીનગર નિયામકશ્રીની કચેરીએ મોકલવામાં આવે છે.
 •  જિલ્લાયમાં આવેલ તમામ આયુર્વેદ દવાખાનાઓમાંથી ‍જરૂરિયાતમંદ તમામ દર્દીઓને સ્થળ ઉપર તપાસી વિના મુલ્યેન આયુર્વેદ દવાઓ આપવામાં આવે છે. તે જ રીતે હોમીયોપેથીક દવાખાનામાંથી જરૂરિયાતમંદ તમામ દર્દીઓને સ્થ ળ ઉપર તપાસી હોમીયોપેથીક દવાઓ આપવામાં આવે છે.
 •  જિલ્લા આયુર્વેદ અધિકારીના નિયંત્રણ હેઠળ આવેલ આયુર્વેદ/હોમિઓપેથિક દવાખાનાઓ દ્વારા દવાખાનાનાં મેડીકલ ઓફિસર દીઠ આયુર્વેદ/હોમિઓપેથિક ચિકિત્સા પધ્ધતીના પ્રચાર-પ્રસાર માટે માસિક એક આયુર્વેદ/હોમિઓપેથી નિદાન-ચિકિત્સા કેમ્પ કરવામાં આવે છે, જેની અંદર તમામ દર્દીઓને તમામ રોગોનું નિદાન કરી સ્થળ પર જ મફત દવાઓ આપવામાં આવે છે.
 •  આયુર્વેદ / હોમીઓપેથીક દવાખાનાનાં મેડીકલ ઓફિસર દીઠ માસિક ૪ શાળા આરોગ્ય માર્ગદર્શન વ્યાખ્યાન રાખવામાં આવે છે જે હેઠળ વિદ્યાર્થીઑ –શિક્ષકો અને વાલીઓને આરોગ્ય લક્ષી માર્ગદર્શન તેમજ રસોડાના ઔષધો તથા ઘર-આંગણે થતી ઔષધીય વનસ્પતિની ઓળખ –ઉપયોગો વિષે સમજણ આપવામાં આવે છે તથા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને શાળામાં જ તપાસ કરી સારવાર આપવામાં આવે છે.
 •  આયુર્વેદ / હોમીઓપેથીક દવાખાનાનાં મેડીકલ ઓફિસર દીઠ મહિનાની ૪ આંગણવાડી આરોગ્ય માર્ગદર્શન રાખવામાં આવે છે જે હેઠળ આંગણવાડીના બાળકો, કિશોરીઓ , સગર્ભાઓ, ધાત્રી માતાઓ અને આંગણવાડી કર્મચારી બહેનોને આરોગ્યલક્ષી માહિતી તથા કૂપોષણ દૂર કરવા સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવે છે.તેમજ પુષ્ય નક્ષત્રના ૦ થી ૧૨ વર્ષ સુધીના બાળકોને તેઓની રોગ પ્રતિકારક શક્તિ વધે તેમજ સુવર્ણ સમાન તેજસ્વી બને તે માટે સુવર્ણ પ્રાશન સંસ્કાર કરવામાં આવે છે.
 •  આયુર્વેદ / હોમીઓપેથીક દવાખાના દીઠ મહિનાના ૪ આરોગ્ય જાગૃતિ અને આયુષ પ્રચાર પ્રસાર પરિસંવાદ રાખવામાં આવે છે જે અંતર્ગત ગ્રામજનોને યોગ વિષે સમજણ, સ્વાસ્થલક્ષી માહિતી, વૃક્ષારોપણ તથા ઘર-આંગણે થતી ઔષધિય વનસ્પતિની ઓળખ અને ઘરગથ્થુ ઉપયોગો વિષે માર્ગદર્શન તથા જીવનમાં આયુષ પદ્ધતિ અપનાવવાથી થતાં ફાયદાઓ વિષે સમજણ આપવામાં આવે છે. .
 •  આયુર્વેદ / હોમીઓપેથીક દવાખાનાના મેડિકલ ઓફિસર દ્વારા માહિનામાં ૨ વાર ૬૦ વર્ષ ઉપરના વ્યક્તિઓને કે જે લોકો ઘરેથી દવાખાનામાં આવવા સક્ષમ નથી એવા દર્દીના ઘરે જઈ તપાસ કરી જરા ચિકિત્સા (રસાયણ સારવાર) કરવામાં આવે છે.
 •  આયુર્વેદ દવાખાનામાં દરરોજના ઓછામાં ઓછા એક દર્દીની પ્રકૃતિ પરિક્ષણ કરી એની પ્રકૃતિ પ્રમાણે આહાર-વિહાર માર્ગદર્શન અને સારવાર કરવામાં આવે છે.
 •  ૨૧મી જુન આતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે દરેક મેડીકલ ઓફિસર દ્વારા યોગ સપ્તાહની ઉજવણી કરી લોકોને યોગ વિષે જાણકારી આપી આયુર્વેદ અને યોગનું મહત્વ સમજાવવામાં આવે છે.
 •  દર વર્ષે ધનતેરસના દિવસે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે ભગવાન ધન્વન્તરીનું પૂજન કરી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યજ્ઞ કરવામાં આવે છે. અને આયુર્વેદ અને હોમેયોપેથી નિદાન કેમ્પ રાખવામાં આવે છે.
 •  રાજ્ય સરકારશ્રીના ૭ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન પૈકી એક ઉદ્યાન રૂપવેલ ( વાંસદા ) ખાતે આવેલ હોય દર વર્ષે ચોમાસાની ઋતુમાં ઔષધીય રોપાઓનું વિતરણ કરી, લોકો ને ઔષધીય વનસ્પતિની ખેતી વિશે માહિતગાર કરવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસે દવાખાનાના પરીસરમાં તેમજ પંચાયતની ખુલ્લી જગ્યાઓમાં ઔષધીય રોપાઓ રોપી વ્રુક્ષારોપણની કામગીરી કરવામાં આવે છે.
 •  રાજ્ય સરકારશ્રીના ૭ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન પૈકી એક ઉદ્યાન રૂપવેલ ( વાંસદા ) ખાતે આવેલ હોય દર વર્ષે ચોમાસાની ઋતુમાં ઔષધીય રોપાઓનું વિતરણ કરી, લોકો ને ઔષધીય વનસ્પતિની ખેતી વિશે માહિતગાર કરવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસે દવાખાનાના પરીસરમાં તેમજ પંચાયતની ખુલ્લી જગ્યાઓમાં ઔષધીય રોપાઓ રોપી વ્રુક્ષારોપણની કામગીરી કરવામાં આવે છે.
 •  ૮ માસિક બજેટ, અંદાજપત્રક અને સુધારેલ અંદાજપત્રક મોકલવામાં આવે છે.
 •  ઓડિટ પેરા અંગેની માહિતી તૈયાર કરી મોકલવામાં આવે છે.
 •  માહિતી અધિકાર અંગેની માહિતી તૈયાર કરી મોકલવામાં આવે છે.