અત્રેના નવસારી જિલ્લા પંચાયત હેઠળ કુલ ૬ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની મહેકમ નિભાવતી વિવિધ શાખાઓમાં વહીવટી અને રાજય પત્રિત વર્ગ – ૧ અને ૨ ના અધિકારીશ્રીઓ તેમજ વર્ગ ૩ અને ૪ નાં કર્મચારીઓ મળી અંદાજે ૫૮૫૭ સ્ટાફ થાય છે. તે પૈકી મહેકમ શાખા હેઠળ નાયબ ચીટનીશ, સિનીયર કલાર્ક, વિસ્તરણ અધિકારી (ખેતી), વિસ્તરણ અધિકારી (સહકાર-પંચાયત), સર્કલ ઈન્સપેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, પટાવાળા, ડ્રાઈવર વિગેરે સંવર્ગનાં મળી કુલ ૫૭૬ જેટલું મંજુર મહેકમના કર્મચારીઓની કામગીરી નીચેની વિગતે મુખ્યત્વે કરવામાં આવે છે.