×

આબોહવા

  • જિલ્લા પંચાયતની જિલ્લા પંચાયત દ્વારા લોકા ઉપયોગી અને જિલ્લાનાં વિકાસને લગતી વિવિધ પ્રકારની કામગીરીઓ જુદી જુદી શાખાઓ દ્રારા હાથ ધરવામાં આવતી હોય છે. સામાન્ય શાખા એટલે કે વહીવટી તંત્રમાં લોકો સુધી પહોંચાડવાનું અને લોકો દ્રારા થતી જુદી જુદી માંગણી અરજીઓનો સ્વીકાર કરી તેને સંબધિત એજન્સી/શાખા તરફ સમયમર્યાદામાં પહોંચાડવાની કામગીરી સામાન્ય શાખામાં કરવામાં આવે છે.
  • સામાન્ય શાખાની કામગીરી લોકોની અરજીઓ સ્વીકારી જે તે શાખાને પહોંચાડવાની, અરજીઓનો નિકાલ થયા બાદ જે તે અરજદારને જાણ કરવી, કચેરીઓને મળતી ટપાલોનું રજીસ્ટેશન કરવું, ટપાલોની રવાનગી કરવાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રીની બેઠક, શાખાધિકારીશ્રીઓની બેઠક, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની બેઠકનું મોનીટરીંગ, ફરીયાદ નિવારણ કાર્યક્રમનું મોનીટરીંગ વિગેરેની કામગીરી સામાન્ય શાખામાં થાય છે.
  • લોકશાહીમાં લોકો માટેની સરકારનો ખ્યાલ અમલમાં મુકાયેલો છે. નાગરિકોને રાજયના વહીવટીતંત્ર પાસેથી મેળવવાના અધિકાર છે. કયા કામ માટે, કોની પાસે જવું, કેમ અરજી કરવી, કેમ ફરીયાદ નોંધાવવી વગેરે બાબતો નાગરિકો ઠીક ઠીક અંધારામાં હોય છે. વળી ધણી ખરી વહીવટી કામગીરીઓ માટેનાં લધુતમ સમય નકકી થયા છે. એટલા સમયમાં કામ ન થાય તો નાગરિક ઉપરી અધિકારી સમક્ષ ફરીયાદ થઇ શકે છે.
  • અરજી પત્રકો
    લોકો તરફથી મળતી અરજીનો નિકાલ સમયસર કરવામાં આવે છે. તથા નિયમોની સુસંગતતા સાથેની જોગવાઇ ધ્યાને લઇ અરજી નિકાલ કરવામાં આવે છે.