×

પ્રસ્‍તાવના

કેન્‍દ્ર સરકારશ્રી તરફથી પંચાયતી રાજ સંસ્‍થાઓને સંગીન બનાવવાનાં હેતુથી વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૫-૨૬ માટે ૧૫ માં અનટાઈડ પ્રકારની ગ્રાન્‍ટ ફાળવવામાં આવે છે. ટાઈડ ગ્રાન્‍ટમાંથી પાણી અને સેનીટેશનને લગતા કામો તથા અનટાઈડ ગ્રાન્‍ટમાંથી નિયત થયેલા સામુહિક વિકાસના કામો કરવાની જોગવાઈ થયેલ છે. જેથી સમતોલ માનવ વિકાસને ઉત્તેજન આપી શકાય.

સને ૨૦૨૧-૨૨ નાં વર્ષમાં સરકારશ્રી તરફથી ૧૫ માં નાણાપંચ અંતર્ગત પ્રથમ હપ્‍તા પેટે નવસારી જિલ્‍લાને ટાઈડ ગ્રાન્‍ટ હેઠળ કુલ રૂા.૨૨૭૧.૦૩ લાખ અને અનટાઈડ હેઠળ કુલ રૂા.૧૫૦૦.૫૯ લાખ અનુદાન ફાળવવામાં આવેલ છે. સરકારશ્રીનાં ૧૫ માં નાણાપંચની ગાઈડલાઈન અનુસાર ૭૦% રકમ ગ્રામ પંચાયતોનાં ખાતામાં, ૨૦% રકમ તાલુકા પંચાયતોનાં ખાતામાં અને ૧૦% રકમ જિલ્‍લા પંચાયતનાં ખાતામાં જમા કરવામાં આવેલ છે. જેમાં અનુક્રમે ગ્રામ પંચાયત ડેવલોપમેન્‍ટ પ્‍લાન હેઠળ વિકાસના કામો હાથ ધરવાનાં થાય છે.

જિલ્‍લા, તાલુકા અને ગ્રામ પંચાયતોને મળેલ ગ્રાન્‍ટનાં હિસાબો માટે ભારત સરકારનાં ઈ-ગ્રામ સ્‍વરાજ પોર્ટલ અંતર્ગત PFMS તેમજ ઓડિટ ઓનલાઈનની કાર્યપધ્ધિતી અમલમાં છે.