ઇ-ગ્રામ વિશ્વગ્રામસોસાયટી દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહી
૧. તમામ ઇ-ગ્રામપંચાયત ખાતેથી જીટુસી (ગર્વમેન્ટ ટુ સીટીઝન) અને બીટુસી (બીઝનેસ ટુ કન્ઝુયુમર) ઇ-સેવાઓ પૂરી પાડવા બાબત.....
- તમામ ગ્રામપંચાયતોનું બ્રોડબેન્ડ ઇ-કનેકટીવીટીથી આગામી છ માસમાં જોડાણ
લાક્ષણિકતા
- ૨૫૬ KBPS ની સ્પીડથી VSAT દ્વારા જોડાણ.
- ગ્રામપંચાયત ખાતે ઇન્ટરનેટ વીડિયો કોન્ફરન્સની સુવિધા.
- મલ્ટીકાસ્િટંગની સગવડતાથી જીલ્લા કક્ષાએ અથવા રાજય કક્ષાએથી સંબોધન શકય.
- VOIP ની સગવડતાને કારણે તમામ ગ્રામપંચાયતો એક-બીજા સાથે વિના મુલ્યે વાત કરી શકશે.
- આ સગવડતાથી જીવંત પ્રસારણ રાજયકક્ષાએથી અથવા જીલ્લા કક્ષાએથી શકય બનશે તથા ગ્રામપંચાયત ખાતે પંચાયતના સદસ્યશ્રીઓને જરૂરી જાણકારી/માહિતી/ તાલીમ પૂરી પાડી શકાશે.
- ઇ-ગ્રામપંચાયત ખાતે ઇ-કનેકટીવીટી આધારીત સાયબર સેવા પૂરી પાડવાની કામગીરી હાથ ધરેલ છે. આગામી છ માસમાં તમામ ગ્રામપંચાયતો ઇ-કનેકટીવીટી હેઠળ આવરી લેવામાં આવશે.
- સાયબર સેવા અંતર્ગત ખેતી વિષયક માહિતી, શૈક્ષણિક વિષયક માહિતી, આરોગ્ય વિષયક માહિતી, રોજગાર વિષયક માહિતી વગેરે ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્ઘિ.
- ગ્રામપંચાયત ખાતે ઓનલાઇન અરજીની સગવડ ફરિયા નિવારણની સગવડ, બી.પી.એલ. યાદી તેમજ જુદા જુદા સરકારી વિભાગની નાગરિક સબંઘિત સુવિધાઓ પ્રમાણ૫ત્ર, ઠરાવ સૂચનાઓ, વિવિધ યોજનાઓની ઇ-સેવાની ૫ણ ઉ૫લબ્ધિ આ ઉ૫રાંત ખાનગી કં૫નીઓની ઇ-સેવાની ૫ણ ઉ૫લબ્ઘિ થશે.
- વઘુમાં ખેતી વિષયક (પાકના રોગ), આરોગ્ય વિષયક (ટેલી મેડિસિન) વગેરે વિષય ઉ૫ર વીડિયો કોન્ફરન્સનું આયોજન.