×

પ્રસ્‍તાવના

જિલ્લા પંચાયત નવસારીની આ શાખાના વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી છે. અને તેમના મદદનીશ અધિકારીશ્રીઓ નીચે મુજબ છે.

  • અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી (વર્ગ-૧)
  • જિલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી (વર્ગ-૧)
  • રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી (વર્ગ-૨)
  • કવોલીટી એન્સ્યોરન્સ તબીબી અધિકારીશ્રી (વર્ગ-૨)
  • જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી (વર્ગ-૨)
  • વહીવટી અધિકારીશ્રી(આરોગ્ય) (વર્ગ-૨)
  • વહીવટી અધિકારીશ્રી (કુટુંબ કલ્યાણ) (વર્ગ-૨)
  • વહીવટી અધિકારીશ્રી(કુટુંબ કલ્યાણ બ્યુરો) (વર્ગ-૨)

બ્લોક હેલ્થ ઓફીસરશ્રી નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ તથા વાંસદા તેમજ તેમના તાબા હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીશ્રીઓ દ્રારા પાયાના કર્મચારીઓ મલ્‍ટી પરપઝ હેલ્‍થ વર્કર (પુરૂષ) તથા ફીમેલ હેલ્‍થ વર્કર (સ્‍ત્રી) મારફતે કામગીરી હાથ ધરવામાં આવે છે.

જિલ્લા પંચાયતના તાબા હેઠળના પ્રા.આ.કેન્દ્રો તથા પેટા કેન્દ્રોનુ સંચાલન થાય છે.

એન.આર.એચ.એમ. કાર્યક્રમ, કુટુબ કલ્યાણ, પ્રજનન અને બાળ આરોગ્ય, એન.વી.બી.ડી.સી.પી., રાષ્ટ્રિય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ, રાષ્ટ્રિય રકતપિત નિયંત્રણ કાર્યક્રમ, એઈડસ કંટ્રોલ કાર્યક્રમ, લેપ્ટોસ્પાયરોસીસ નિયંત્રણ કાર્યક્રમ, શહેરી આરોગ્ય પરિયોજના (અર્બન હેલ્થ) વગેરે સેવાઓનુ સંચાલન કરે છે.