×

આરોગ્‍ય પોષણ શિક્ષણ

 • શકય એટલા લાંબા સમય સુધી બાળકને માતાને સ્તનપાન કરાવવું. માતાનું ધાવણ બાળકના આરોગ્ય માટે સર્વોત્તમ આહાર છે.
 • ૬ માસ પુરા થાય એટલે માતાના ધાવણ ઉપરાંત પ્રવાહીરૂપમાં બનેલો ખોરાક આપવાનું શરૂ કરવું.
 • બાળકને બે - બે કલાકના અંતરે દિવસમાં ૫ થી ૬ વખત ખોરાક આપવો.
 • રોગ પ્રતિકારક રસી અવશ્ય મૂકાવવી.
 • સ્વચ્છ પાણી પીવું અને આજુબાજુનું વાતાવરણ ચોખ્ખું રાખવું.
 • ઉપલબ્ધ આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરવો.
 • બે કે ત્રણ બાળકોથી વધુ બાળકો ન હોવા જોઇએ.

બાળ સંભાળ માટે મા-બાપને આપવાના સંદેશાઓ:

 • .નવજાત શિશુ માટે માતાનું ધાવણ અતિ ઉત્તમ છે, તેની તોલે બીજું કોઇ દુધ આવી શકે નહિ.
 • બાળકના જન્મ પછી તુરત જ માતાએ પીળુ પ્રવાહી દુધ-પહેલુ ધાવણ (કોલોસ્ટ્રોમ) બાળકને આપવું જોઇએ. કારણ કે, તેમાં શકિત તથા પ્રોટીન હોય છે.
 • ૬ માસ પછી વધારાનો પોષક આહાર આપવાનું શરૂ કરો.
 • બાળકના ખોરાકમાં શાકભાજી અને ફળોનો પણ સમાવેશ કરવો
 • રાંધતા પહેલા કે જમતા પહેલા હાથ ધોવા.
 • બાળકને સ્તનપાન કરાવતી વખતે પણ હાથ સ્વચ્છ રાખવા
 • રસોડું તેમજ વાસણો સ્વચ્છ રાખવાં, જેથી માખી બેસે નહિ અને રોગ આવે નહિં.
 • બાળકના સામાન્ય રોગો પારખતાં શીખો જેવા કે, ઉધરસ, ઝાડા, તાવ, કાનમાં પરૂ, ચામડીના રોગો તથા ઝાખું દેખાવું.
 • સગર્ભા માતાએ સામાન્ય ખોરાક કરતા વધુ ખોરાક લેવો.
 • માતાએ પોતાના માટે તેમજ ગર્ભમાં રહેલ બાળક માટે વધારે ખાવુ જોઇએ
 • સગર્ભા માતાઓએ લીલા પાંદડાવાળી શાકભાજી ખુબ પ્રમાણમાં લેવા.
 • સગર્ભા માતા માટે ચાલવાની કસરત સારામાં સારી છે.
 • સગર્ભા માતાએ છેલ્લા ત્રણ મહિનામાં ર્ડાકટર અથવા અનુભવી નર્સ પાસે નિયમિત તપાસ કરાવવી.
 • સગર્ભા માતાએ પોતાની પ્રસુતિ સરકારી દવાખાનામાં કરાવવી.
 • સગર્ભા માતાએ પાંચમા, છઠ્ઠા અને સાતમાં મહિનામાં ધનુર વિરોધી રસી મુકાવી લેવી.
 • માતાએ પોતાના બાળકને રોગ પ્રતિકારક રસી અવશ્ય મૂકાવવી
 • બાળક ૬ માસનું થાય એટલે તેને પ્રવાહી તથા અર્ધ ઘટ્ટ ખોરાક આપવો.
 • બાળકને ઝાડા થયા હોય કે માંદુ હોય ત્યારે ખોરાક બંધ ન કરવો.
 • બાળકને ઝાડા થયા હોય ત્યારે વધુ પ્રમાણમાં પાણી આપવું
 • પીવાનું પાણી ચોખ્ખુ આપવુ઼.
 • પાણિયારું સાફ રાખવું.
 • બાળક માંદુ પડે ત્યારે તેને ર્ડાકટર પાસે અવશ્ય લઇ જવું.
 • .નિશાળે જતા પહેલાના બાળકને (૩ થી ૫ વર્ષના) માતા પિતા વગેરે જે ખોરાક દિવસ દરમ્યાન લેતા હોય તે બાળકે લેવો જોઇએ.
 • આ બાળકોએ ઓછામાં ઓછુ઼ ચાર વખત તો ખાવું જોઇએ.
 • આંગણવાડી કે ખાસ યુકતાહાર કેન્દ્રો પર આપવામાં આવતો ખોરાક એ પુરક ખોરાક છે. જેથી ધરમાં અપાતો ખોરાક ચાલુ રાખવો જોઇએ.
 • બાળકને ખવડાવતા પહેલા કે પોતે જમતાં પહેલા હાથ અવશ્ય ધોવા.
 • સ્વચ્છ પાણી પીવું.
 • સ્વચ્છ ખોરાક લેવો.
 • ધર ગંદકી અને માખી, મચ્છર વગરનુ઼ રાખવું.
 • ધરની આજુબાજુ સ્વચ્છતા રાખવી
 • ધરના આંગણામાં એક પપૈયુ અને એક સરગવો વાવવો
 • બાફેલું ખાવું.
 • વરાળથી ચડેલું ખાવું.
 • બનતા સુધી તળેલુ ઓછું ખાવું.
 • શાકભાજી સારાં કરીને ધોઇને રાંધવામાં લેવાં
 • શાકભાજી ઢાંકેલા વાસણમાં રાંધવા.
 • રાંઘ્યા પછી ફરીથી ગરમ કરવાં નહિ
 • ફણગાવેલાં કઠોળનો ઉપયોગ કરવો
 • આથો લાવેલ વાનગીઓનો ઉપયોગ કરવો.
 • ઓછા બાળક હોવાથી કુટુંબની જે આવક હોય તેનો ભાગ ઓછા વચ્ચે વહેંચાય. આથી ખોરાક, કપડા બધુ જ દરેકને જોઇતા પ્રમાણમાં મળે અને શિક્ષણ પણ સારૂ આપી શકાય
 • ઓછા બાળક હોય તો માતા પિતા બાળકનું ધ્‍યાન બરાબર રાખી શકે. જે બાળકની સંભાળ માટે ખાસ જરૂરી છે.
 • કુટુંબ કલ્યાણની પઘ્ધિતિ અપનાવવીને દંપતિ પોતાના કુટુંબને નાનું રાખી શકે છે. કુટુંબ કલ્યાણની વિવધિ પઘ્ધતિઓ છે. દા.ત. પુરૂષ નસબંધી, સ્ત્રી વ્યંધીકરણ શસ્ત્રક્રિયા, આંકડી,નિરોધ,મોંઢેથથી લેવાની ગોળી વગેરે.