×

જોવાલાયક સ્‍થળો

નવસારી શહેરના જોવાલાયક સ્થળોમા પારસીઑની પવિત્ર ''આતશ બહેરામ''ની ભવ ઈમારત અને પાંચ પારસી અગીયારીનો સમાવેશ થાય છે.ઔધોગિક ક્રાંતિના સર્જક અને અગ્રણ‍િ ઉધોગપતિ શેઠશ્રી જમશેદજી નશરવાનજી તાતાના જન્મ સ્થળનું મકાન દસ્તુરવાડી વિસ્તારમા અસલ સ્થિતિમા આજે પણ જાળવી રાખવામા આવું છે.સ્વરાજ શબ્દના પ્રથમ છડીદાર દાદાભાઈ નવરોજીના જન્મ સ્થળનું મકાન પણ કાત્રકવાડમા આજે પણ મોજુદ છે.આ ઉપરાંત અહીં ૧૮૭ર મા સ્થપાયેલ દસ્તુરજી મહેરજી રાણા પુસ્‍તકાલય,૧૮૯૮ મા સ્થપાયેલ સયાજીરાવ હીરક મહોત્સવ પુસ્‍તકાલય સહિત બીજા અનેક પુસ્‍તકાલયો પણ છે.

આ સિવાય નવશહીદની ભૂમિ નવસારીમાં લુન્સીકુઈ વિસ્તારમાં આવેલ મહાન પીર વલીએ કામીલ અને સંત પંથના મહાન સ્થા૫ક પીર હઝરત નુર મોહંમદ શાહ (ર.અ.) ઉર્ફે હઝરત પીર સૈયદ સાદાત (ર.અ.) પીર નુર સતગોરની મઝાર (દરગાહ) નો સમાવેશ થાય છે. નવસારીની ધરતી પર હિન્‍દુ-મુસ્લિમ તેમજ અન્‍ય કૌમની જીભ ઉપર તેમનું નામ રમી રહ્યું છે. જેમના પ્રતાપે આજે પણ નવસારીના નગરની ખ્‍યાતિ પ્રશંસનીય છે. તેથી નવસારીની ખ્‍યાતિ વધી હૉવાનું પુર્વ લેખૉથી જાણવા મળે છે. ઑલીયાની ખ્‍યાતિના પ્રતિકરૂપે આજે પણ લુન્સીકુઈ વિસ્તારમા રોજો, મસ્જિદ અને હોજ ઉપરાંત કેટલાક મકાનો જૉવા મળે છે. હઝરત પીર સૈયદ સાદાત (ર.અ.) ની દરગાહ પર વર્ષમાં ત્રણ તહેવારોની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. જેમાં તમામ લોકો જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના હાજરી આપે છે. તેમનો ઉર્સ શરીફ તા. ૩ શવ્‍વાલ (મુસ્લિમ માસ) ના રોજ થાય છે. અને ત્‍યારબાદ ન્‍યાઝ (જમણ) થાય છે.

નવસારીથી ર૯ કિ.મીટર અને મરૉલી રેલવે સ્ટેશનથી ૧૮ કિ.મીટરનાં અંતરે દરિયા કિનારે આવેલું ઉંભરાટ હવાખાવાના સ્થળ તરીકે જાણીતું છે. અહીંના વિહારધામનૉ વહીવટ ગુજરાત પ્રવાસન નિગમ તરફથી થાય છે. બારેમાસ દુર દુર થી લૉકૉ અહીં હવાખાવા આવે છે.લૉકૉ ઉનાળામા સમુદ્ર સ્નાનનૉ આનંદ માણે છે.અહીં અનંત ચૌદશ ના દવિસે ચંદી પડવાનૉ મેળૉ ભરાય છે.

નવસારીથી ૧ર કિ.મી. દુર આવેલું કરાડી ગામ ઈ.સ.૧૯પ૦ મા સ્થપાયેલ ગાંધી કુટિર સંસ્થાથી જાણીતું છે.

તાલુકા મથકથી ૧૯ કિ.મીટરના અંતરે સમુદ્રર તટે વસેલું આ ગામ મહાત્મા ગાંધીજીના મીઠાના ઐતિહાસીક સતાગ્રહ માટે જાણીતું છે. આ ઐતિહાસિક દાંડી ખાતે સાગર નજીક ગાંધી સ્મારક કિર્તી સ્તંભ અહીં સ્થાપવામા આવેલ છે. સ્મારકની સામે ''સૈફવિલા'' છે જયાં રાત્રી દરમ્‍યાન ગાંધીજીએ નિવાસ કર્યો હતૉ હાલ તેમાં ગાંધી સંગ્રહાલા અને પુસ્‍તકાલય છે. ગાંધી સંગ્રહાલાની પાછળ દાઉદી વૉરાની પ્રખ્‍યાત દરગાહ માઈ સાહેબા મઝાર ( હિઝબે યુસુફી) છે. જયાં માનતા માટે સર્વ કૉમનાં લૉકૉ બહારથી પણ આવે છે.

ધારાગીરી નવસારીથી પ કિ.મી.ના અંતરે પુર્ણા નદી કિનારે અમદાવાદ મુંબઈને જૉડતા રાષ્ટ્રીય ધૉરી માર્ગ ઉપર વસેલું છે.અહીં ''તપૉવન સંસકાર ધામ'' નામનું જૈનૉનું એક મૉટું મંદિર જૈન દેરાસર છે મંદિરમા ૧૬ પ્રતિમા પાષાણની અને ૭પ પ્રતિમા પંચ ધાતુની પ્રતિષ્ઠિત કરાઈ છે.આ મંદિરની ખાસ વિશિષ્ટતા એ છે કે, તેનૉ વિશાળ રંગ મંડપ માત્ર સિમેન્ટ ઈંટ થી બંધાવ્‍યો છે. અને કૉઈપણ જગાએ લૉખંડનૉ ઉ૫યોગ કરવામાં આવેલ નથી. આ તપૉવન ધામમાં બાળકોને કુદરતને ખૉળે રાખીને શિક્ષણની સાથે ચારિત્ર ધડતર, ધામિક શિક્ષણ અને સંસ્‍કારનું સિંચન થાય તે મુજબ ધડતર કરવામા આવે છે. સંસ્થા પાસે ગૌશાળા છે. અહીં પરગામથી અને મૉટા શહેરૉથી પણ બાળકૉ શિક્ષણ લેવા આવે છે.

નવસારીથી ૧૦ કિ.મી.દૂર આવેલું મરૉલી ગામ કસ્તુરબા સેવાશ્રમને લીધે પ્રસિઘ્ધ બનું છે.મરૉલી અમદાવાદ-મુંબઈ બ્રૉડગેજ રેલ માર્ગ પરનું એક સ્ટેશન છે. જે રાજા પરિવહનની બસ સેવાઑથી રાજાના બીજા મથકો સાથે સંકળાયેલું છે. અહીંની માનસિક રૉગૉની ઈસ્પિતાલ જાણીતી છે. જેમા સારવાર લેવા દૂરના પ્રદેશૉથી દર્દીઑ આવે છે.આ ગામમા ધામિક સ્થાનૉમા લક્ષ્મીનારાયણ મંદિર, રણછૉડરાયનું મંદિર, જૈન દેરાસર અને એક મસ્જિદ છે.

ગણદેવી પ્રાચીન નગર હૉવાનું મનાય છે.અહીં સૉલંકી યુગના બેનમૂન કૉતરણી વાળા પથ્થરૉ મળી આવે છે.ગણદેવીનું મુળ નામ ગુણદપિકા હતું જે પવિત્ર સ્થળ માનવામા આવતું અપભ્રંશ થઈને ગણદેવી થયુ હશે તેમ માનવામા આવે છે..

ગણદેવી તાલુકાનું બીલીમૉરા શહેર છે.બીલીમૉરા શહેરમા જુના વડા તળાવ પાસે સતીમાતાનું મંદિર છે.અહીં કાળી ચૌદસ ના દવિસે મૉટૉ મેળૉ ભરાય છે. અહીં હનુમાનજીનું મંદિર, રામજી મંદિર, વૈશ્ણવ હવેલી, જૈન દેરાસર, અંબીકેશ્વર મહાદેવ, ત્રંર્બૈેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, નીર્લૈંઠેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ, સૉમનાથ હાદેવ, અંર્ધૈશ્વર મહાદેવ, ગાયત્રી મંદિર, જલારામબાપા મંદિર, સ્વામી નારાયણ મંદિર, અંબાજી માતાનું મંદિર આવેલ છે. અહીં સૉમનાથ મંદિરે શ્રાવણ મહિનામા તથા ગંગેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના દિવસે ભરાય છે.

ઔરંગા નદી ક‍િનારે વસેલું નાંધઈ રાજા પરિવહનની બસ સેવાઓથી સંકળાયેલ છે.ગામના પાદર નદી કિનારે ધટાદાર વૃક્ષૉની ઝાડીની મઘ્‍યમા ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.લૉકવાયકા પ્રમાણે મહાદેવનું આ શિવલિંગ ઝાડી વચ્ચે છુપાયેલું હૉવાથી ગુપ્તેશ્વર મહાદેવ કહેવાય છે. આ મહાદેવના લિંગ ઉપર પડતી જલધારામાંથી કોઈવાર ''૩'' ના ઉચ્ચાર જેવૉ અવાજ સંભળાય છે. જગદગુરુ શંકરાચાર્ય અને બીજા સંતૉએ આ શિવાલાની મુલાકાત લીધી હતી. શિવરાત્રીના પર્વ ઉપર ગુપ્તેશ્વર મહાદેવના મંદિરના પટાંગણામા મૉટૉ મેળૉ ભરાય છે. આ મેળૉ લગભગ પાંચ દિવસ સુધી ચાલુ રહે છે અહીં સ્નાન માટે કુંડ બાંધવામા આવેલ છે શlિવરાત્રીના દિવસે રાત્રે બાર વાગા પછી અહીં સ્નાન કરવાનૉ મહિમા વિશેષ હૉવાથી દર્શનાથીઑ મૉટી સંખ્‍યામાં સ્નાન કરે છે.

મજીગામ તાલુકા માંથી ચીખલીથી ૪ કિ.મી.ને અંતરે આવેલું છે. નજીકનું રેલ્વે સ્ટેશન બીલીમૉરા ૧૪ કિ.મી. દૂર છે. ગામ રાજય પરિવહનની સેવાઑથી સંકળાયેલ છે. અહીં મલ્લિકાર્જુનનું પુરાણું શિવાલા આવેલું છે.

બીલીમૉરા-વધઈ રેલ્વે માર્ગ પર આવેલુ આ ગામ ઉના પાણીના કુંડૉ માટે જાણીતું છે.ગરમ પાણીના આ કુંડૉ ધણા પુરાણા છે. એવું કહેવાય છે કે, ભગવાન શ્રી રામને યજ્ઞ કરવા અહીં બ્રાહમણૉ મળી શકયા નહી તેથી હિમાલય ઉપરના ગંગાકુલગીરી સ્થળેથી બ્રાહમણૉને યજ્ઞૉ કરવા માટે બૉલાવવામા આવ્‍યા તે બ્રાહમણૉને ગરમ પાણી પુરુ પાડવા શ્રી રામે જમીનમા બાણ મારીને ગંગાનૉ ગરમ પ્રવાહ ઉત્પન્ન્‍ા કર્યો. ઉપરાંત બીજી લૉકાકૃતિ મુજબ વનવાસ ભૉગવી રહેલા શ્રી રામ સીતા અને લક્ષ્મણ જયારે દંડકારણ્‍યમા શરભંગ રૂષીના આશ્રમમાં આવ્‍યા ત્‍યારે ઋષીએ યોગ બળથી પૉતાનું દૂર્ગધયુકત ખૉળિયું બદલું તેની જાણ લક્ષ્મણને થતાં શ્રી રામનું ઘાન ઋષીના વેદના ભર્યા દર્દ પ્રત્‍યે દાર્યુ. મહારૉગથી વ્‍યથિત ઋષીની સ્થિતિ દૂર કરવા શ્રી રામે બાણ મારતા ધરતીના પેટાળમાંથી ઔષધીયુકત ઝરા બહાર ફુટયા સાથે ઉષ્ણ અંબાની ભવ મૂર્તિ પ્રગટ થઈ સીતાજીએ ઉષ્ણ અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકિત રૂપે અહીં વસવાટ કર્યો વળી સીતાજી આ જગામા સ્નાન કરી શ્રી રામચંદ્રજી પાસે આવી ''હું નાઈ'' તેમના મીઠાશ ભર્યા શબ્દૉથી આ સ્થળ ગામનું નામ ''હું નાઈ''થી અપભ્રંશ થતાં ''ઉનાઈ'' થયું. અહીં આસપાસથી ઉનાઈ માતાજીના મંદિરે લૉકૉ દર્શનાર્થે આવે છે.

નવશહીદની ભૂમિ નવસારીમાં લુન્સીકુઈ વિસ્તારમાં આવેલ મહાન પીર વલીએ કામીલ અને સંત પંથના મહાન સ્થા૫ક પીર હઝરત નુર મોહંમદ શાહ (ર.અ.) ઉર્ફે હઝરત પીર સૈયદ સાદાત (ર.અ.) પીર નુર સતગોરની મઝાર (દરગાહ) નો સમાવેશ થાય છે. નવસારીની ધરતી પર હિન્‍દુ-મુસ્લિમ તેમજ અન્‍ય કૌમની જીભ ઉપર તેમનું નામ રમી રહ્યું છે. જેમના પ્રતાપે આજે પણ નવસારીના નગરની ખ્‍યાતિ પ્રશંસનીય છે. તેથી નવસારીની ખ્‍યાતિ વધી હૉવાનું પુર્વ લેખૉથી જાણવા મળે છે. ઑલીયાની ખ્‍યાતિના પ્રતિકરૂપે આજે પણ લુન્સીકુઈ વિસ્તારમા રોજો, મસ્જિદ અને હોજ ઉપરાંત કેટલાક મકાનો જૉવા મળે છે. હઝરત પીર સૈયદ સાદાત (ર.અ.) ની દરગાહ પર વર્ષમાં ત્રણ તહેવારોની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. જેમાં તમામ લોકો જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના હાજરી આપે છે. તેમનો ઉર્સ શરીફ તા. ૩ શવ્‍વાલ (મુસ્લિમ માસ) ના રોજ થાય છે. અને ત્‍યારબાદ ન્‍યાઝ (જમણ) થાય છે.