ગુજરાત સરકારે વલસાડ જિલ્લાનું તારીખ ર/૧૦/૧૯૯૭ ના રોજ, વલસાડ અને નવસારી એમ બે જિલ્લામાં વિભાજન કરતા નવસારી નવરચિત જિલ્લો અસ્તિત્વમા આવેલ છે. ગુજરાતની દક્ષિણ સીમા ઉપર અરબી સમુદ્ર કિનારે આવેલ નવસારી જિલ્લો ર૦.૩પ થી ર૧.૦પ ઉતર અક્ષાંશ, અને ૭ર.૪૩ થી ૭૩.૩પ પુર્વ રેખાંશ મઘ્યે આવેલ છે. જિલ્લાનું છેવાડાનું ગામ બલવાડા દક્ષિણે આવેલ છે. જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ર૧૯૬ ચો.કિ.મીટરનો છે. સને ર૦૧૧ ના વર્ષની વસ્તી ગણતરી મુજબ જિલ્લાની વસ્તી ૧૩,ર૯,૬૭૨ ની થયેલ છે. જિલ્લાનું મુખ્ય મથક નવસારી ખાતે આવેલ છે. જેનો સમાવેશ સીટી તાલુકામા થયા છે. નવસારી જિલ્લામાં નવસારી (શહેર) તાલુકા સિવાય અન્ય કુલ છ (૬) તાલુકાઓ આવેલા છે. જિલ્લાના કુલ ગામો ૩૯૨ છે.
Read Moreપ્રમુખ
જિલ્લા વિકાસ અધિકારી