×

પ્રસ્‍તાવના

આપણા દેશમાં વર્ષો જુની સંસ્કૃતિમાં "" પંચ '' ને ખુબ જ મહત્વ આપવામાં આવેલ છે. " પંચ '' એટલે પાંચ કે તેવી વધુ વ્યકિતનો સમુહ આ સમુહ દ્વારા જે કોઈ બાબત ઉપર અભિપ્રાય આપવામાં આવે તે સત્ય હોવાનુ ધોરણ વર્ષોથી સામાજીક તેમજ વહીવટી સ્તરે ગ્રાહ્ય રાખવામાં આવે છે.

સ્વ.બળવંતરાય મહેતા અભ્યાસ જુથની લોકશાહી વિકેન્દ્રીકરણની ભલામણો ધ્યાને લઈને પંચાયત રાજની રચના અંગે ગુજરાત રાજયની રચના થયા બાદ તુર્તજ તે વખતના મહેસુલ મંત્રીશ્રી રસિકલાલ પરીખના અધ્યક્ષપણા હેઠળ લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિની રચના કરવામાં આવી અને સમિતિના અહેવાલની ભલામણો અન્વયે ૧૯૬૧ માં ગુજરાત પંચાયત અધિનિયમ ધડવામાં આવ્યો. અને તે મુજબ તા.૧/૪/૧૯૬૩ થી ગુજરાત ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં આવેલ છે.

ત્રિસ્તરીય પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. જેમા પંચાયતની વિવિધ સ્તરોની કામગીરીની કાર્યક્ષમતા વધારવા તેના પ્રશ્નો તપાસવા પંચાયતોને સ્થાનિક સ્વરાજયની અને ગ્રામ વિકાસની વધુ અસરકારક સંસ્થા બનાવવા પંચાયતોના બંધારણમાં સુધારા સુચવવા માટે સને ૧૯૭૭ માં રીખવદાસ શાહના અધ્યક્ષપણા હેઠળ ઉચ્ચ કક્ષા સમિતિની રચના કરવામાં આવેલ અને તેમના અહેવાલની ભલામણો તથા અગાઉની સમિતિની ભલામણો અન્વયે સને ૧૯૬૧ ના પંચાયત ધારામાં અનેક સુધારા - વધારા કરવામાં આવેલ અને ૧૯૬૧ નો પંચાયત ધારો રદ કરી ૧૯૯૩ નો નવો પંચાયત ધારો તા.૧૫/૪/૧૯૯૪ થી અમલમાં આવેલ છે. અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.