×

પ્રસ્તાવના

પંચાયત સિંચાઇ વિભાગ, નવસારીની કચેરી ૧-૯-૯૮ થી કાર્યરત છે. આ કચેરીનો ઉદ્દેશ જળસંચયની યોજનાઓ દ્રારા સિંચાઇના પાણીની ઉપ્લબ્ધિથી કૃષિ ઉત્પાદનને વેગ આપવાનો છે. આ વિભાગનું કાર્યક્ષેત્ર સમગ્ર નવસારી જિલ્લાની સરહદો સુધીનું છે. તેમાં નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા એમ કુલ છ તાલુકાનો સમાવેશ થાય છે. ઉપરોકત તાલુકાઓ પૈકી ચીખલી, ખેરગામ અને વાંસદા સમ્રગ રીતે આદિવાસી વિસ્તાર છે. જયારે ગણદેવી, નવસારી અને જલાલપોર તાલુકા અંશતઃ આદિવાસી વિસ્તાર ધરાવે છે.