×

પ્રસ્‍તાવના

“ પંચાયત “ શાખા એ વહીવટમાં જિલ્‍લા પંચાયતમાં ખુબ જ મહત્‍વનું સ્‍થાન ધરાવે છે. બીજા શબ્‍દોમાં કહીએ તો પંચાયત શાખા જિલ્‍લા પંચાયતનું અવિભાજય અંગ છે.

પંચાયતીરાજમાં ત્રિસ્‍તરીય પંચાયત અર્થાત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્‍લા પંચાયતને જોડતી ચાવીરૂપ સાંકળ છે.

ગુજરાત પંચાયત અધિનિયમ કાર્યરિતી નિયમો અને જોગવાઈઓને આધિન કામગીરી કરે છે. ચુંટાયેલ સભ્‍યોમાંથી પ્રમુખ/ઉપપ્રમુખશ્રીની ચુંટણી તથા જિલ્‍લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવાનું કાર્ય પંચાયત શાખા દ્વારા કરવામાં આવે છે.

ગ્રામસભાના માધ્‍યમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો સફળતા પૂર્વક ઝડપથી નિકાલ કરી લોકાભિમુખ વહીવટની કામગીરી સુપેરે પુરી પાડે છે. સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ ગામડાઓના છેવટના માનવી સુધી પહોંચે તેવા શુભ આશય સાથે શાખા દ્વારા કામગીરી કરવામાં આવે છે.