×

મિલ્કત વેરો / રહેઠાણ વેરો

  • પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૨૦૦(૧) ની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયત બેસાડી શકે તેવા કર, ઉપકર, ફી જણાવવામાં આવેલ છે. આ કર અને ફી બેસાડવાના ઓછામાં ઓછા અને વધુમાં વધુ દર, તે બેસાડવાની કાર્યપધ્ધિતી, તેમાંથી આપવાપાત્ર મુકિત વગેરે બાબતો અંગેની વિગતવાર જોગવાઇઓ ગુજરાત ગ્રામ અને નગર પંચાયતના કર અને ફી બાબતના નિયમો ૧૯૬૪ માં કરવામાં આવેલ છે.
  • દરેક ગ્રામ પંચાયતએ મિલ્‍કત વેરો, પાણી વેરો તથા સફાઈ વેરો ફરજિયાત પણે લેવાનો રહે છે. આ અંગે પંચાયતની સભામાં ઠરાવ કરાવવાનો રહે છે.
  • આ નિયમની જોગવાઈ મુજબ દર ચાર વર્ષે આકારણી યાદી ઓછામાં ઓછી એકવાર સુધારવી ફરજિયાત છે.
કર અને ફી નો પ્રકાર લઘુત્તમ દર મહત્તમ દર
મકાનો અને જમીનો ઉપર લેવાના કરનો દર
(અ) મૂડી રૂપી કિંમત પર આધારિત કરનો દર રૂ. ૧૦૦ કે તેના ભાગ દીઠ ૫૦ પૈસા રૂ. ૧૦૦ કે તેના ભાડાદીઠ રૂ ૧/- લેખે
(બ) વાર્ષીક ભાડાની કિંમત પર આધારિત વેરાનો દર વાર્ષીક ભાડાના ૫ ટકા વાર્ષીક ભાડાના ૧૫ ટકા