×

શાખાની કામગીરી

  • આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ) છે. જમીન મહેસુલ અને તેને લગતા કરોના માંગણા નકકી કરવાની કામગીરી તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં જમીન મહેસુલ, લોકલ ફંડ, શિક્ષણ ઉપકર તેમજ અન્ય સરકારી લેણાની વસુલાતની કામગીરી વિગેરે ત.ક.મંત્રી, સર્કલ ઈન્સ્પેકટર અને તાલુકા વિકાસ અધિકારીશ્રી મારફત કરવામાં આવે છે.
  • ગ્રામ્ય કક્ષાએ તગાવી ધિરાણ અને તેની વસુલાત અન્ય ખાતાની પાછલી બાકીની રકમ જમીન મહેસુલ બાકી તરીકે વસુલાત કરવાની કામગીરી થાય છે. જમીનનુ ખેતી તેમજ બિનખેતી વિષયક ઉપયોગ કરાવવો તથા સરકારશ્રીના નિયમો મુજબની મંજુરી આપવાની કામગીરી. કુદરતી આફતો દરમ્યાન જનજીવન રાબેતા મુજબ થાય તે માટેના કાર્યો જેવા કે, અનાવૃત્ત્િા દરમ્યાન લોકોને રોજી રોટી માટે અછત રાહતના કામો શરૂ કરાવી રોજીરોટી પુરી પાડવી તેમજ અતિવૃષ્ટિ, વાવાઝોડાકે કુદરતી આફતો દરમ્યાન લોકોને સુરક્ષિત સ્થળે સ્થાંતર કરાવવુ, કેશ ડોલનુ ચુકવણુ, ધરવખરી સહાય તથા ઝુપડા કાચા પાકા મકાનોને થયેલ નુકશાન અંગે સહાય આપવી. ૭૩ એ.એ. હેઠળ આવતી અરજીઓનો નિકાલ કરી પરવાનગી આપવાની કાર્યવાહી, આગ અકસ્માત સમયે સરકારશ્રીના નિયમો મુજબ રાહત ચુકવવાની કામગીરી