×

પ્રસ્‍તાવના

  • તા.૧/૪/૬૩ થી પંચાયત રાજનો અમલ થતા મહેસુલ વિભાગની ઘણી કામગીરીઓ પંચાયતને સોંપવામાં આવેલ છે. જેમા મહેસુલને લગતી કામગીરી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દેખરેખ હેઠળ મહેસુલ શાખામાં થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત અને શહેરી વિસ્તારની કામગીરી ઉપર કલેકટરશ્રીનુ નિયંત્રણ છે. જિલ્લા પંચાયત તળેની આ અગત્યની શાખા છે. આ શાખા દ્વારા લોકો સુધી વિકાસલક્ષી સેવાઓ પુરી પાડવાનો અને ભવિષ્યમાં થનાર વિકાસમાં ઓછી અડચણો થાય તે હેતુ છે. તેમજ જમીનનો ખેતી તેમજ બિનખેતી હેતુ માટે ઉપયોગ નિયમોને સુસંગત રહી મહતમ ઉપયોગ કરવાનો છે.
  • કુદરતી આફતો જેવી કે અછત, વાવાઝોડુ, ભુકંપથી જનજીવન પર થતી અસરો ઉપર જરૂરી તંત્ર કામે લગાડી જનજીવન ફરીથી ધબકતુ થાય તે અંગે તેમજ સરકારશ્રીની જમીન મહેસુની વસલાત મહત્તમ થાય તે હેતુથી જરૂરી પગલા લેવાય છે.