- અનુ.જાતિનાં લોકોનાં સર્વાગી વિકાસ માટે અનુ.જાતિ કલ્યાણ ખાતા દ્રારા શૈક્ષણિક યોજનાઓ, આર્થિક વિકાસની યોજનાઓ તથા આરોગ્ય,ગૃહ નિર્માણ અને અન્ય યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.
- ઉપરોક્ત યોજનાઓ પૈકી નીચે મુજબની યોજનાઓનો અમલ સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત નવસારી દ્રારા કરવામાં આવે છે.
- નીચે મુજબની યોજનાઓ અંતર્ગત સરકારી અનુદાનિત તેમજ સરકાર માન્ય ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં અનુ.જાતિનાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ સહાય આપવામાં આવે છે. જેની વિગત નીચે મુજબ છે.
- યોજના : ૧ ધો. ૧ થી ૧૦ નાં વિદ્યાર્થીઓ માટે રાજ્યસરકારશ્રીની રાજ્ય શિષ્યવૃત્તિ યોજના :- ( બીસીકે - ૨ / ૭૧ )
- ધો. ૧ થી ૧૦ માં અભ્યાસ કરતાં અનુ.જાતિનાં વિદ્યાર્થીઓને વાર્ષિક આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય નીચેની વિગતે શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે.
ધોરણ |
વિગત |
શિષ્યવૃત્તિ રકમ |
ધો.૧ થી ૮ |
કુમાર |
રૂા. ૫૦૦/- |
ધો.૯ થી ૧૦ |
કુમાર |
રૂા ૭૫૦/-. |
ધો.૧ થી ૫ |
કન્યા |
રૂા. ૫૦૦/- |
ધો.૬ થી ૧૦ |
કન્યા |
રૂા. ૭૫૦/- |