×

શાખાની કામગીરી

સમાજ કલ્યાણ શાખા,જિલ્લા પંચાયત નવસારી દ્રારા ગ્રામ્ય વિસ્તારની ધો.૧ થી ૧૦ માં અભ્યાસ કરતાં અનુ.જાતિ નાં વિદ્યાર્થીઓને શિષ્યવૃર્તિ અને ધો. ૧ થી ૮ માં સરકારી કે અનુદાનિત શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગણવેશ સહાય, ધો. ૯ માં અભ્યાસ કરતી અનુ.જાતિની કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ, ગૃહ નિર્માણ માટે વ્યક્તિગત ધોરણે ર્ડા.આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન બનાવવા નાંણાકીય સહાય, કુંવરબાઇ નું મામેરૂ, માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્નની યોજના, સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોતર ક્રિયા માટે નાંણાકીય સહાય તેમજ અનુ.જાતિનાં પ્રમાણપત્રો આપવાની કામગીરી કરવામાં આવે છે.

વધુમાં આ શાખા દ્રારા અનુ.જાતિ તેમજ અનુ.જન જાતિનાં વ્યક્તિઓ માટે જુદી – જુદી યોજનાઓનો અમલ સ્વભંડોળ માંથી જિલ્લા સામાજિક ન્યાય સમિતિ મારફત કરવામાં આવે છે.