×

પ્રસ્‍તાવના

અત્રેની સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત નવસારી નિયામકશ્રી અનુ.જાતિ કલ્યાણ, ગુ.રા. બ્લોક નં. ૪ ,જુના સચિવાલય ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.

આ શાખા દ્રારા ગ્રામ્ય વિસ્તારનાં અનુ.જાતિનાં લોકોનાં સર્વાગી વિકાસ માટે અનુ.જાતિ કલ્યાણ ખાતા તથા જિલ્લા પંચાયત ની સ્વભંડોળ દ્રારા શૈક્ષણિક યોજનાઓ, આર્થિકવિકાસ ની યોજનાઓ અને અન્ય યોજનાઓનો અમલ કરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ નવસારી જિલ્લાની કુલ વસ્તી ૧૩,૨૯,૬૭૨ છે. જે પૈકી જિલ્લા અનુ.જાતિ ની કુલ વસ્તી ૩૫,૪૬૪ ની છે. જે કુલ વસ્તીનાં ૨.૬૭ % છે. ઉપરોક્ત જિલ્લાની અનુ.જાતિ વસ્તી પૈકી નવસારી ગ્રામ્ય વિસ્તારની ૧૭,૩૪૮ જે કુલ ગ્રામ્ય વસ્તીનાં ૧.૮૮ % તથા નવસારી જિલ્લાની શહેર વિસ્તારની ૧૮,૧૧૬ જે કુલ શહેર વિસ્તારની વસ્તીનાં ૪.૪૩ % થાય છે.