×

કારોબારી સમિતિ

(૧) નાણાં, ગ્રામરક્ષકો અને ગ્રામ સંરક્ષણને લગતાં કાર્યો અને બીજી કોઇ સમિતિને પંચાયતે નહિ સોંપેલા કાર્યો માટે કારોબારી સમિતિની રચના પેટા કલમ-(૧) માં જણાવેલ છે. પંરતુ પેટા કલમ-(૧૫) માં જણાવ્યા પ્રમાણે કોઇ સમિતિને નહી સોંપેલા સત્તા કાર્યો જિલ્લા પંચાયત પોતે વપરાશે તેથી સ્પષ્ટ જણાય છે કે પંચાયતે ઠરાવ કરીને અન્ય સમિતિને નહી સોંપેલા સતા કાર્યો જિલ્લા પંચાયતે ઠરાવ કરીને અન્ય સમિતિને સુપ્રત ન હોય તેવા કાર્યો, ફરજો કારોબારી સમિતિને સુપ્રત કરેલ હશે તો જ પેટા કલમ-(૧) માં જણાવ્યા પ્રમાણે કારોબારી સમિતિ તેવા કાર્યો સતા માટે અધિકૃત ગણાશે તે હકીકત સ્પષ્ટ સમજી અમલ કરવો જરૂરી છે.

(૨) કારોબારી સમિતિ પોતાના સભ્યોમાંથી બે જેટલી પેટા-સમિતિ નીમી શકશે પંરતુ તે માત્ર ભલામણ જ કરી શકશે અથવા તપાસ કરી અહેવાલ રજુ કરે પંરતુ આખરી નિર્ણય સતા માત્ર કારોબારી સમિતિને જ છે તે સ્પષ્ટ છે.

(૩) કારોબારી સમિતિના સભ્યોની સંખ્યા પેટા કલમ-(૩) મુજબ જિલ્‍લા પંચાયત સામાન્ય સભામાં નકકી કરે તેટલી પંરતુ ૯ થી વધુ નહિ તેટલી રહેશે. સંખ્યા નકકી કરતો ઠરાવ કરીને સમિતિને રચના કરવી જોઇએ પંરતુ તે વિના પણ ૯ સુધીના સભ્યોની સમિતિ રચાયતો તે ગેરકાયદે ગણાય નહિ.

(૪) સમિતિની મુદત ૨.૬ (અઢી) વર્ષની છે. પંરતુ પંચાયતની મુદત પુરી થયે તે પણ પુરી થશે.

સને ૨૦૨૦-૨૧ ના વર્ષમાં નીચે જણાવેલ તારીખે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળેલ છે.
અ.નં. કારોબારી સમિતિ બેઠકની તારીખ
1 15/06/2020
2 10/08/2020
3 14/09/2020
4 12/10/2020
5 21/12/2020